નોટરી સ્વીકૃત ભાષાંતરકારો જે તેમના ક્ષેત્રોમાં નિપુણ હોય છે.
અનુક્રમિક અને સમાંતર એમ બન્ને પ્રકારની ઈન્ટરપ્રીટેશન સેવાઓ પૂરી પાડતા વૈજ્ઞાનિક અને તકનિકી દુભાષિયાનું અપ્રતિમ નેટવર્ક
અમે વિનંતી મળવાથી તમારા કોઈપણ દસ્તાવેજને નોટરી અને પ્રમાણિત કરીએ છીએ.
ભાષાંતરકારે વર્તમાન પરિભાષાને આદર આપવા સાથે તેના અથવા તેણીના કામનું ભાષાંતર અને પ્રૂફરીડીંગ કરવું જોઈએ. તે અથવા તેણી અસલ લખાણ વિશેના પ્રશ્નોની યાદી તૈયાર કરી શકે અને શબ્દભંડોળના ડેટાબેઈઝમાં ઉમેરો કરી શકે અને તેને સમૃધ્ધ કરી શકે.
દરેક કાર્યને છ તબક્કાઓમાં કરવામાં અને વહેંચવામાં આવે છે
૧. પરિભાષાને સમજવી.
૨. ભાષાંતર(પ્રવર્તમાન શબ્દાવલીઓ અને શક્યત: સંદર્ભ ગ્રંથો અને દસ્તાવેજો)
૩. ગ્રાહકે સ્વીકૃત શબ્દાવલીનું સર્જન(ભાષાંતર પ્રક્રિયા દરમિયાન શક્ય અપડેટ સાથે)
૪. ચોક્સાઈ માટે ભાષાંતરકારો દ્વારા પ્રૂફરીડીંગ
૫. આખરી મંજૂરી પહેલાં પ્રૂફરીડર દ્વારા ચકાસણી( પરિભાષાના સાતત્ય અને સુસંગતતા, સુમેળ લખાણ અને શૈલીની ગુણવત્તા)
૬. આખરી ચકાસણી અને પેજ લેઆઉટ
અમારા પ્રૂફરીડર અનુવાદિત લખાણ અસલ સાથે સુસંગત છે અને પરિભાષાને આદર આપવામાં આવેલ છે તે ચકાસવા જવાબદાર છે. તેઓ કોઈ જવાબ ન અપાયેલા પ્રશ્નોના જવાબ શોધશે, શૈલીમાં ખામીઓ તપાસશે, જોડણી અને વાક્યરચના ખામીરહિત છે તે સુનિશ્ચિત કરશે અને અંતે સંપૂર્ણ દસ્તાવેજને પ્રૂફરીડ કરશે.
અમારા પ્રોજેક્ટ મેનેજર દરેક ગ્રાહકની વિનંતીનું સમગ્રતયા દેખરેખ નિયંત્રણ કરવા જવાબદાર છે અને તે ગ્રાહક અને ભાષાંતરકાર સાથે સંપર્ક કરે છે. સૌથી અગત્યના કાર્યોમાનું એક, દરેક પ્રોજેક્ટ અપેક્ષિત સમય પહેલા નહિં પરંતુ સમયસર પૂર્ણ થાય તે સુનિસ્ચિત કરવાનું છે.